Diwali Diyas Made By Blind Girls of Andh Kanya Prakash Gruh, Memnagar, ( Light house for Blind Girls ) for Diwali Festival Celebration, The Festival Which is Known for the Festival of Lights / Lamps.
"કોઈના જીવનમાં અજવાળા ફેલાવવા એજ આ મોંઘેરા માનવ જીવનનો ધ્યેય હોવો જોઈએ એમાંય જો પ્રજ્ઞાચક્ષુ બહેનો આ બીડું ઉપાડે તો કોનું હૃદય એમના પર વારી ન જાય?
મીણના દિવડા બોક્ષ નંગ - 1 ( દિવડા નંગ - 6 ) Rs. 60.00
અંધ કન્યા પ્રકાશ ગૃહ
માનવ મંદિર પાસે, મેમનગર, અમદાવાદ - 380052
ફોન : 27490147/ 27416044
Content source:
Brochure, Andh Kanya Prakash Gruh.
"કોઈના જીવનમાં અજવાળા ફેલાવવા એજ આ મોંઘેરા માનવ જીવનનો ધ્યેય હોવો જોઈએ એમાંય જો પ્રજ્ઞાચક્ષુ બહેનો આ બીડું ઉપાડે તો કોનું હૃદય એમના પર વારી ન જાય?
આ બહેનોના આત્માન એટલા પ્રદીપ્ત છે કે બાહ્ય અંધકાર ની એમને કોઈ ગણના કે રંજ નથી દીપાવલી ના શુભ અવસરે આપણાં આંગણા ઉજ્જવળ કરવા આ બહેનો દિવડા બનાવે છે. સાજી નરવી આંખોવાળા પણ ન બનાવી શકે એવી ઉત્તમ કારીગરી એમાં ઠસો ઠસ ભરી દે છે.
ઘણાં કુટુંબો વર્ષોથી અંધકન્યા પ્રકાશ ગૃહ મેમનગર ની બહેનો એ બનાવેલા દીવાઓ જ ખરીદે છે. અસંભવ ને સંભવ કરી બતાવનાર બહેનોને બિરદાવવાની આ એક સુંદર તક છે. કુદરતે જેમને કશાક થી વંચિત રાખ્યા છે એ બહેનો ના સ્વાભિમાન, મહેનત અને ખુદ્દારી ની કદર કરવાનો આ અવસર છે.
આવો આ ઉચ્ચ ભાવનાને હૃદયે રાખીને આપણે પણ પ્રજ્ઞાચક્ષુ બહેનોને બિરદાવીએ એમના દ્વારા બનાવવામાં આવેલ દીવડાઓથી આ દીપોત્સવી ના તહેવાર નો ઝળહળાટ માણીએ !
અંધ કન્યા પ્રકાશ ગૃહ - મેમનગર ના પ્રજ્ઞાચક્ષુ બહેનો એ બનાવેલા આ દીવાઓ "અંધ કન્યા પ્રકાશ ગૃહ" ઉપર થી સવાર ના 9.00 થી સાંજના 9.00 સુધી મળી રહેશે"
અંધ કન્યા પ્રકાશ ગૃહ
માનવ મંદિર પાસે, મેમનગર, અમદાવાદ - 380052
ફોન : 27490147/ 27416044
Content source:
Brochure, Andh Kanya Prakash Gruh.